ભારતમાં તહેવાર ફક્ત દીવા અને લાઈટ્સ પૂરતા નથી, એ ખાવાનું પણ એક ઉત્સવ છે. ક્યારેક એ એક મીઠાઈ જે તમને ઘરનાં સ્વાદની યાદ અપાવે, તો ક્યારેક એ નવો ફ્યુઝન ડીશ જે તમને અજમાવ્યા વગર રહેવા ન દે, દિવાળી એ સમય છે જ્યારે ખોરાક જ સેલિબ્રેશનનો સાચો સ્ટાર બને છે
સફળ બે સીઝન બાદ, જોજો રસોઈ પરત ફરી રહ્યું છે તેના ત્રીજા સીઝન સાથે, વધુ તહેવારી જાદૂ તમારા રસોડા સુધી લાવવા. આ શોમાં દેશભરના ટેલેન્ટેડ હોમ શેફ્સ પરંપરાગત રેસીપીમાં નવો ટ્વિસ્ટ આપીને અદભૂત વાનગીઓ બનાવશે. ક્લાસિક ફેસ્ટિવ ડીશથી લઈને ફ્યુઝન ફેવરિટ સુધી — દરેક રેસીપી પ્રેમથી ભરેલી અને નોસ્ટેલ્જિયાથી સરોબર હશે. તમે જો અનુભવી રસોઈયા હો અથવા “ચા કેવી રીતે બનાવવી” માટે હજી ગૂગલ કરતા હો, જોજો રસોઈ સીઝન ૩ તમને પ્રેરણા આપશે કે તમે પણ આ તહેવાર રસોડામાં ચમત્કાર સર્જી શકો.
જોજો એપ પર ફક્ત જોજો રસોઈ જ નહીં, પણ અનેક નોન-ફિક્શન શોઝનો ખજાનો છે, જે સાચા લોકોની સાચી વાર્તાઓ અને રોજિંદી પ્રેરણાને ઉજવે છે. એપનો મુખ્ય વિચાર સીમ્પલ છે, એન્ટરટેઈનમેન્ટ પણ મીનિંગફુલ હોઈ શકે, જીવનથી જોડાયેલું અને હૃદયથી આનંદદાયક.
તો આ દિવાળીએ જ્યારે બધા મીઠાઈની દુકાન તરફ દોડશે, ત્યારે તમે ઘરમાં જ “ઘરનો જાદૂ” પીરસી શકો.
જુઓ જોજો રસોઈ સીઝન ૩ માત્ર જોજો એપ પર, કારણ કે સાચા દિવાળીના સ્વાદ તો પોતાના હાથથી બનાવેલા જ હોય છે!
ALSO READ: Who is Reysuka aka Dino Mommy, paleontologist with a Ph.D and OF model


